શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં અમી ચેરીટેબલ ટ્રસ્ટ અને સેફલાઈવ હર્બલ પ્રોડક્ટના સહયોગથી શાળાનાં બાળકોને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમારંભમાં ઉપસ્થિત આ વિસ્તારના નવા વરાયેલાં કોર્પોરેટર સર્વશ્રી દિવ્યાબેન રાઠોડ, નિલેશભાઈ પટેલ તથા ધર્મેશભાઈ વાણીયાવાળાને વરદ હસ્તે વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટ આપવામાં આવી. અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ નવા નગર સેવકોનું પણ સન્માન કરાયું.
પ્રતિભાવમાં ત્રણેય નગરસેવકે શાળાની પ્રગતિ અને પ્રવૃત્તિઓને બિરદાવી હતી.બીટ નિરીક્ષક રાગિણીબેન દલાલે રાંદેર ઝોનની શાળાઓમાં આ શાળા બધી રીતે શિરમોર બની રહી છે તેનો આનંદ વ્યક્ત કરી શિક્ષકો દ્વારા શાળા સમય બાદ કરાવાતી હોમ લર્નિંગની પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ડૉ. કિંજલબેન, શ્રીલેખા સોસાયટીના સેવાભાવી વડીલ મહેશકાકા, સીઆરસી મનીષાબેન, શાળા ક્રમાંક-318 ના આચાર્ય વિજયભાઈ તથા ગામના અગ્રણી ગફુરભાઈનું પણ સન્માન કરાયું હતું. અમી ચેરિટેબલ ટ્રસ્ટનાં હેતલબેન નાયક,સ્વીટીબેન અને અમિષાબેન દ્વારા શાળાનાં તમામ કર્મચારીઓને સ્મૃતિભેટ આપી બિરદાવાયા હતાં. શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે સૌને ઉમળકાથી આવકારી શાળાની વિવિધ વિશેષ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન હેતલબેન લાવરીએ કર્યું હતું. આભારવિધિ મીતાબેન પટેલે કરી હતી.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.