વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે ભાથુજીના પટાગણમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો હતો તેમાં પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ દાંડી બાઇક રેલી કરજણ સેવાસદનથી નીકળી મિયાગામ ખાતે આવી પહોંચી હતી.
તેમાં ઉપસ્થિત છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, કરજણ -શિનોરના ભાજપનાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઝવેરી, કરજણ મદદનીશ કલેક્ટર અંનદુ એસ. ગોવિંદ, કરજણ નગરપાલિકા પ્રમુખ મીનાબેન ચાવડા, કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ભવાનસિંહ રણમલસિંહ પઢીયાર મિયાગામ વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાનાં હસ્તે દીપ પ્રાગટય કરી પોગ્રામની શુભ શરૂઆત કરી હતી. આ બાઈક રેલીમાં ફોરેસ્ટ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
સન ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા મહાત્મા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ દાંડી સત્યાગ્રહ કર્યો હતો. ઐતિહાસિક દાંડી કૂચનો પ્રારંભ પૂજ્ય ગાંધીજીએ તા. ૧૨ માર્ચ ૧૯૩૦ નાં રોજ સાબરમતી સત્યાગ્રહ આશ્રમના નિવાસસ્થાન “હૃદય કુંજ” થી શરૂ કર્યો હતો, જે ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પૂજ્ય બાપુએ મીઠુ હાથમાં લઇ અંગ્રેજ હુકૂમતને હચમચાવી દીધી હતી. મીઠાંનો સત્યાગ્રહ અને સ્વદેશી આંદોલને બ્રિટિશોને ધ્રુજાવી દેવા સાથે આઝાદીના દિવાનાઓમાં નવો જોમ અને જુસ્સો પૂર્યો હતા. ૯૧ વર્ષ દાંડીકૂચના અને ૭૫ વર્ષ આઝાદીના ઐતિહાસિક સ્મરણાર્થે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ : કરજણ
વડોદરા : કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.
Advertisement