રાજપીપળામાં શિવરાત્રીનાં એક દિવસ અગાઉ જ રાત્રે નગરપાલિકા જીઇબી દ્વારા કનેકશન કાપી નાંખતા રાજપીપળા અંદર પાટ છવાયો હતો. રાજપીપળા જીઇબી દ્વારા જેના પણ લાઈટ બિલ બાકી પડતા હોય છે એને જીઇબી દ્વારા બિલ ભરવામાં કહેવામાં આવે છે પણ જે બિલ ના ભરતા હોય તેવા લોકોનાં લાઈટ કનેક્શન જીઇબી કાપી નાંખે છે.
રાજપીપળામાં કેટલાક દિવસ સૌથી DC નું અભિયાન ચાલે કાલે રાત્રે રાજપીપળામાં નગરપાલિકા દ્વારા વીજ પુરવઠો આપવામાં આવતું સ્ટ્રીટ લાઇટો આખા રાજપીપળામાં બંધ હતી ત્યારે રાજપીપળામાં ચર્ચાનો વિષય બન્યો હતો કે શા માટે પાલિકાના વીજ પુરવઠા આખા રાજપીપળા કેમ બંધ છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજપીપળાના નગરપાલિકા વીજ પુરવઠાનું લાખો રૂપિયા લાઈટ બિલ બાકી હોવાથી GEB દ્વારા કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.
પણ આ ચર્ચા એ રાજપીપળામાં વેગ પકડયો ત્યારે મોડી રાત્રે રાજપીપળાની સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરવામાં આવી હતી. શું રાજપીપળા નગરપાલિકામાં મોડી રાત્રે લાઈટ બિલ ની ચુકવણી કરી દીધી હશે કે શું ??? પછી કોઈ મોટા માથા રાજકીય નેતાની દખલગીરીથી લાઈટો ચાલુ કરવામાં આવી છે આવી વાત રાજપીપળામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા