Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજનાં સમયે યોજાતા લેસર શો (પ્રોજેક્શન મેપીંગ શો) પ્રવાસીઓ માટે અત્રેનાં મુખ્ય આકર્ષણ પૈકી એક છે. સામાન્ય રીતે સાંજનાં ૦૭.૦૦ કલાકે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે. હાલમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેના કારણે દિન-પ્રતિદિન દિવસ લાંબો થતો જાય છે, જેનાં કારણે તાત્કાલિક અસરથી મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી તા. ૧૦/૩/૨૦૨૧નાં રોજથી સાંજનાં ૦૭.૦૦ કલાકનાં બદલે ૦૭.૩૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગન શક્તિશાળી છે લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જયારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઇ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓનાં લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.

Advertisement

આરીફ જી કુરેશી : રાજપીપળા


Share

Related posts

सोशल मीडिया पर मिल रही धमकियों के खिलाफ़ , देशभर की महिलाओंने एकता कपूर को दिया अपना समर्थन !

ProudOfGujarat

ઉબડ ખાબડ બનેલા ખખડધજ રોડનું રિફ્રેસિંગ કામ નહી થતાં આમોદ તાલુકાના પાંચ ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ProudOfGujarat

કરજણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!