માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન જી.આઈ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં just do it થીમ અંતર્ગત વાર્ષિક એન્યુઅલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શાળા દ્વારા ઝુમ પ્લેટફોર્મ ના માધ્યમથી જીવંત વિડીયો પ્રસારણ કરવામાં આવ્યું હતું દર વર્ષે વાર્ષિક એન્યુઅલ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે તેના બદલે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું જે કોરોના કાળમાં સમગ્ર ગુજરાતની સ્કૂલો માટે માટે પ્રેરણારૂપ બન્યું છે. શિક્ષકો એ સોશિયલ ડીસ્ટન્સ અને કોરોના અંતર્ગત બધા નિયમોનું કાળજીપૂર્વક પાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તરીકે કોન બનેગા કરોડપતિ પ્રતિયોગિતામાં 14 વર્ષની નાની વયે ભાગ લઇ પ્રસિદ્ધિ પામનાર ભરૂચનાં રહેવાસી અનમોલ શાસ્ત્રી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યાભવન સ્કુલનાં શિક્ષકો દ્વારા આ પ્રેરણાદાયક પ્રોગ્રામનું આયોજન કરી નવ નિર્માણની શરૂઆતનાં બીજ તેઓ રોપ્યા છે તેમની સફળતામાં નોન ટીચીંગ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો છે. ભારતીય વિદ્યા ભવન જી.આઈ.પી.સી.એલ એકેડમીના આચાર્ય વૈભવ અગ્રવાલ તેમજ સચિવ એચ.પી. રાવ અને એમ.ડી મેડમનાં સમર્થન સહયોગથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
માંગરોળ : ભારતીય વિદ્યાભવન્સ G.I. P.C.L એકેડેમી નાની નરોલીમાં વાર્ષિક એન્યુઅલ દિવસની ઉજવણી થઈ.
Advertisement