Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ચાલતી તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનાં કિનારે આવેલ હનુમાન સેવક અવતારી સિદ્ધ સંતપીઠ દાદા શ્રી સોમનાથ નથ્થુરામ રાવલ અને શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા આવતીકાલે ગુરુવારનાં રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કુંભગૃપ દ્વારા શિવલિંગ પર અભિષેક વિધિ શસ્ત્રોકત પૂજન, ભાંગની પ્રસાદી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વહેલી સવારથી આ મંદિરે જાહેર જનતા માટે વિવિધ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યંત હર્ષો ઉલ્લાસમાં નર્મદાનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે ભાવિક ભકતો માટે પ્રસાદ, પૂજા અર્ચના અને સાંજે પ્રહરી પૂજાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાત્રે આ સ્થળે લોક ડાયરો પણ રાખવામા આવ્યો છે. આથી શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા સર્વે શિવ ભકતોને શિવરાત્રિ નિમિત્તે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

SRF કંપની દહેજ મૃતકના પરિવારને રૂા.40 લાખની સહાય કરશે.

ProudOfGujarat

નડિયાદના બસ સ્ટેન્ડમાં ચોરીના ૩ મોબાઇલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ગુજરાતી જનતા ના આવી ગયા અચ્છે દિન😍😍પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં ઘટાડો સહિત સરકાર ના આ રહ્યા મહત્વના નિર્ણયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!