દેશમાં કોરોના મહામારીનાં હાહાકાર વચ્ચે વેકશીન આવતા કંઇક અંશે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, ભરૂચ જિલ્લામાં પણ તંત્ર દ્વારા અત્યાર સુધી અનેક લોકોને વેકશીનનાં ડોઝ આપ્યા છે. કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેકશીન આપ્યા બાદ હવે સામાન્ય જનતાને વેકશીનનાં ડોઝ આપવાની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે અંકલેશ્વરમાં સેન્ટર શરૂ કરવા કોંગ્રેસ લોક સરકારનાં શરીફ કાનુગા તંત્રમાં રજૂઆત કરી છે.
તંત્રમાં કરાયેલ રજુઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વર શહેરનાં 60 કે વધુ વર્ષનાં સિનિયર સીટીઝનો તેમજ નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહિશો માટે કોરોના વેક્સિન મુકવા માટે રસીકરણ કેન્દ્ર ( Vaccination Centre ) શરૂ કરવામાં આવે જેથી લોકોને રાહત મળી રહે અને લોકો વેકશીન મુકાવી શકે આ બાબતે તેઓએ અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
Advertisement