પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા તાલુકાના ખેડુત ભાઇઓ અને બહેનો માટે ખેડુત તાલીમ કેન્દ્ર, ધોળાકુવા ખાતે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, ગોધરાના તાલીમ અધિકારી ગીતાબેન ડી. ઇનામદારે ખેડુત તાલીમ કેન્દ્રની પ્રવૃતિઓ તેમજ મહિલાઓને કૃષિમાં ફાળો અંગે વિગતવાર માહિતી આપી હતી. મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરાના વડા અને સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એમ.બી.પટેલ દ્વારા સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી મકાઇની વિવિધ જાતો અને મકાઇની આધુનીક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
બાગાયત અધિકારી નીતિનભાઇ આંબલીયા દ્વારા બાગાયત ખાતાની સહાય યોજનાઓ અને હાલમાં આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે તો તેના માધ્યમથી અરજી કરી વધુમાં વધુ ખેડુતો લાભ લે તે અંગે માહિતી આપવામાં આવી હતી. ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર યોગેશભાઈ પટેલ દ્વારા આત્મા પ્રોજેક્ટના ગૃપમાં જોડાઇ વિવિધ પ્રવૃતિઓનો લાભ લેવા અનુરોધ કર્યો. પશુપાલન અધિકારી ડૉ. એન.એ.પટેલ દ્વારા આદર્શ પશુપાલન અને પશુઓમાં સમયસર રસીકરણનો લાભ પશુપાલકો લે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતેથી પશુપાલન ખાતાના વિષય નિષ્ણાંત ડૉ. બલવીર ખડ્ડા દ્વારા પશુઓમાં થતા રોગ અને જીવાતનું નિયંત્રણ કઇ રીતે કરવું તેની માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ કાર્યક્રમનું આયોજન કોવીડ-19 મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસન્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝર સાથે કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં ધોળાકુવા ખાતે મોરવા(હ) અને ઘોઘંબા તાલુકાનાં ખેડુતો માટે તાલીમ યોજાઈ.
Advertisement