નર્મદા જિલ્લામાં લોહીની ઉણપનાં ઘણા દર્દીઓને ઘણી વખત લોહીની જરૂર જણાઈ છે ત્યારે જિલ્લામાં ઘણી સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પો રાખી સેવકાર્યો કરે છે છતાં ક્યારેક અમુક ગૃપનાં લોહીની અછત જણાઈ તેવા સમયે રાજપીપળાની કેટલીક સંસ્થાના યુવાનો આ માટે તુરંત પોતાની માનવતા બતવતા હોય છે. જેમાં આજરોજ એક દર્દીને લોહીની જરૂર હોવાની વાત સાંભળતા રાજપીપળા રાઠોડ ફળિયામાં રહેતાં નિઝામ રાઠોડ નામના યુવાને તુરંત રાજપીપળા રેડક્રોસ બ્લડ બેંકમાં પહોંચી પોતાનું બ્લડ ડોનેટ કરી માનવતાનાં દર્શન કરાવ્યા હતા. વર્ષોથી મોહસીને આઝમ મિશન નામની એક સમાજ સેવી સંસ્થાના સક્રિય કાર્યકર એવા નિઝામભાઈ રાઠોડએ અગાઉ પણ ઘણીવાર કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના સમાજ સેવાને મહત્વ આપી પોતાનું જરૂરી યોગદાન આપ્યું છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા
Advertisement