મૂળ ઉત્તરપ્રદેશનાં બલિયા જીલ્લાનાં રહીશ અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયેલ અને હાલ દહેજ ઔદ્યોગિક વસાહતની ઓપાલ કંપનીમાં કોર્પોરેટ અફેર્સ મેનેજર તરીકે કાર્યરત જીતેન્દ્ર રાજપૂતે ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં એસોસીએટ પ્રોફેસર અને હિન્દી વિભાગનાં અધ્યક્ષ ડૉ. નવીન એમ. કલાર્થીનાં માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય સંપર્ક ભાષા કે રૂપ મે હિન્દી (મહાત્મા ગાંધી એવાં નરેન્દ્ર મોદી કે સંદર્ભ મે)’ વિષય ઉપર તૈયાર કરેલ શોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્યતા આપતા તેમને ડોકટર ઓફ ફિલોસોફી (પી.એચ.ડી) ની પડાવી એનાયત કરવામાં આવી છે.
જીતેન્દ્ર રાજપૂતે જીવનમાં ખૂબ સંધર્ષ અને આર્થિક સંકળામણો વચ્ચે અમદાવાદમાં મોટાભાઇ સાથે રહીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમને ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસ.સી વિથ કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વડોદરાની જીએસીએલ કંપનીમાં ઓપરેટર તરીકે જોડાયા પછી નોકરીની સાથોસાથ અભ્યાસ પણ કરતાં રહ્યા તે દરમિયાન તેઓએ પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટીનો અભ્યાસ કરી આઈ.એચ.આઈ કોર્પોરેશન તેમજ સેમસંગ એન્જીનીયરીંગ ઈન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓમાં સેફટી મેનેજર તરીકે કામગીરી બજાવી હતી. આ સમય દરમિયાન ઓ.એન.જી.સિ તેમજ ગેઇલ ઈન્ડિયા દ્વારા પ્રમોટ કરીને શરૂ કરાયેલ નવી કંપની ઓ.એન.જી.સી પેટ્રો એડિશન લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાયા હતા. પહેલેથી જ હિન્દી સાહિત્યમાં રુચિ હોય આ નોકરી દરમિયાન મુંબઈ યુનિવર્સિટીમાંથી એકસટર્નલ વિદ્યાર્થી તરીકે માસ્ટર ઓફ આર્ટસની પડાવી મેળવીને 2014 માં પી.એચ.ડી માં દાખલ થયા હતા. હાલમાં જ તેમને તેમના શોધ નિબંધ અંગેનો અભ્યાસ કરવા ભારત સરકારનાં કેન્દ્રિય હિન્દી નિર્દેશાલય દ્વારા તેમને દિલ્હી, આગ્રા અને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં અભ્યાસ અંગેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.