Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઇ.વી.એમ મશીનોમાં ગરબડનાં આક્ષેપ સાથે બીટીપી એ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું.

Share

ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરબડ થઇ હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને સંબોધીને ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

આ આવેદનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઈવીએમ મશીનોમાં હેરાફેરી અને ગડબડના આક્ષેપ સાથે યોગ્ય તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના પરિણામ બાદ વોટિંગ મશીનો બાબતે વિવાદ વકરતા ચકચાર મચી જવા પામી છે. બીટીપી એ આપેલા આવેદનપત્રમાં જણાવાયુ છે કે ભારત દેશ દુનિયાની સૌથી મોટો લોકશાહી દેશ છે. દેશની લોકશાહીનું રક્ષણ કરવાની દરેક પક્ષો અને નાગરિકોની ફરજ છે. જ્યારથી દેશમાં ઇવીએમ મશીનોથી ચૂંટણીઓ કરવામાં આવે છે ત્યારથી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થિત થયેલા છે છતાં ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી, જે લોકશાહીની હત્યા સમાન છે. તેના કારણે જનાદેશ વિરુદ્ધના લોકો સત્તામાં આવી લોકો વિરુદ્ધના કાયદા ઘડી બંધારણ સાથે છેડછાડ કરે છે. આધુનિક ટેકનોલોજીના ડિજિટલ જમાનામાં ઈવીએમ મશીનો હેક કરવા એ કોઇ મોટી વાત નથી. દિલ્હી વિધાનસભામાં ડેમો પણ દર્શાવવામાં આવેલ હતો. હાલના સમયમાં રાજ્યમાં મોંઘવારી, રોજગારીના પ્રશ્નો, કોરોના સંબંધિત પ્રશ્નો હોવા ઉપરાંત રાજ્યના વિવિધ વર્ગોમાં બેરોજગારીનો સખત વિરોધ હોવા છતાં ચુંટણીઓમાં એક તરફી પરિણામ આવે છે, એ ઇવીએમ નો જ કમાલ છે. દુનિયાની સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકા દેશમાં પણ બેલેટ પેપરથી ચૂંટણીઓ કરવામાં આવે છે. ઇવીએમ મશીન બનાવનાર દેશોમાં પણ ઇવીએમ મશીનથી ચૂંટણી પર પ્રતિબંધ લગાવેલ છે. આપણા દેશમાં પણ દરેક વિપક્ષ પાર્ટીઓના વિરોધ છતાં ઇવીએમ થી ચૂંટણીઓ કરવી એ બાબત શંકા ઉપજાવે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો વીવીપેટનો પણ ઉપયોગ કરવામાં આવેલ નથી. જેનાથી મતદારોએ પોતાનો મત કોને આપેલ છે તે તેને પણ ખુદ ખબર નથી જે મતદાતાના અધિકારો પર તરાપ સમાન છે. અનેક જગ્યા ઉપર ઇવીએમ ના હેરાફેરી અને ગરબડના આક્ષેપ કરવામાં આવેલ છે. ધોળકાના એક વોર્ડમાં જેટલું મતદાન થયું હતું તેના કરતા આશરે ચાર ઘણા મત ઇવીએમ માંથી નીકળ્યા. ઘણી જગ્યાએ પણ મશીનો હેક કરવાની ફરિયાદ કરવામાં આવેલ છે.છતાં ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે એક શંકા ઉપજાવે છે. જેથી રાજ્ય માં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ઇવીએમ મશીનોના દરેક ઉપકરણો એફ.એસ.એલ તપાસ કરવામાં આવે અને આવનારી ચુંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ તપાસમાં હાઇકોર્ટના બેથી ત્રણ જજોની બેન્ચની નિમણૂક કરીને ઇવીએમની સંપૂર્ણ તપાસ થાય અને ન્યાય મળી શકે તેવી માંગ કરવામાં આવી હતી. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

संदीप सिंह और दिलजीत जाएंगे संदीप सिंह के घर शाहबाद!

ProudOfGujarat

વિશ્વ શાંતિ માટે ભરૂચના સાયકલિસ્ટોએ 100 કિ.મી.નું કર્યું સાયક્લિંગ.

ProudOfGujarat

ડાકોરમાં ભગવાનની ૨૫૧ મી રથયાત્રા નીકળી, 3 રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!