Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : રાજનાથસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી.

Share

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. જયાં નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર ડી. એ. શાહ, વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લઈ ઉચ્ચાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી તેમજ સૌની સાથે તસવીર પડાવી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર ડી. એ. શાહે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પ્રતિકૃતિ અને કોફી ટેબલબુક સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નડિયાદ : મહેમદાવાદ પાસે કાર આઇસર સાથે ભટકાઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

ઉમરપાડાનાં બીજલવાડી, ગોંદલીયા સહિત ચાર ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે નુકસાન.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રિતેશ ગામીતની વરણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!