સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ બાકી હોય આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોએ ઇ.વી.એમ.મશીનનો બહિષ્કાર કરવા મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે.
ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા ગ્રામપંચાયત સુલતાનપુરા વિસ્તારનાં એક ઉમેદવારે મામલતદાર અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરતાં એક પત્રમાં જણાવ્યુ છે કે અમો અરજદાર સુલતાનપુરા ગૃપ ગ્રામપંચાયત વોર્ડ નં.12 ની પેટા ચૂંટણીમાં ઇ.વી.એમ. મશીનનો ઉપયોગ ના કરવો અને બેલેટ પેપરથી આ ચૂંટણી યોજવી જોઈએ, સંપૂર્ણપણે ઇ.વી.એમ. નો બહિષ્કાર કરવો અને બેલેટ પેપરનો જ ઉપયોગ કરવો જોઈએ. જે બાબત આ અગાઉ પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ તેનો કોઈ પ્રત્યુતર અમોને આજદિન સુધી મળેલ નથી. આ ચૂંટણીઓ સુલતાનપુરા ગામનાં રહેવાસીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ જો ગ્રામપંચાયતની ચૂંટણી ઇ.વી.એમ. મશીનથી યોજવામાં આવશે તો તેને માન્ય રાખવામાં આવશે નહીં તેમ અહીંનાં ઉમેદવાર દિલિપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ છે.