Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

Share

વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા તા. 03/03/2021 ના રોજ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વન્યજીવ, તેમનું સંરક્ષણ, તેમની વસતી ધટવાના કારણો અને તેના ઉપાયો જેવા વિવિધ વિષયો પર 27 પોસ્ટર, વકતૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી વન્યજીવો પ્રત્યે પ્રત્યે જનજાગૃતિ ફેલાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા આ પ્રકારની પ્રવૃતિને બિરદાવવામાં આવી હતી તથા વન્યજીવ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પ્રાણીશાસ્ત્ર વિભાગના વિભાગીય વડા ડૉ. રાજેશ સેનમા દ્વારા વન્યજીવના સંરક્ષણમાં સામાન્ય માણસની ભૂમિકા જણાવવામાં આવી હતી તથા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે આહવાન કરવામાં આવ્યું હતું. ડૉ. ધર્મેશ મહાજન દ્વારા વન્યજીવ દિવસની ઊજવણી કરવાનો હેતુ વન્યજીવો સામે ઊભા થતાં ખતરા-ભય સામે વિશ્લેષણ કરવાનો દિવસ છે એમ જણાવવામાં આવ્યું હતું. વાંકલ રેન્જ વનવિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી નિતિન વરમોરા દ્વારા વન્યજીવોનું મહત્વ અને વન્યજીવો નાશ થવાનાં કારણો જણાવવામાં આવ્યા હતા તથા વન્યજીવોના સંરક્ષણ માટે વનવિભાગની કામગીરી જણાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ફોરેસ્ટર જયેશ બારીઆ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનુ સફળ સંચાલન અને આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા, ડૉ. પુષ્પા શાહ, જીગર પટેલ, મુબીના આઝમ, શીતલ પટેલ અને સેજલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.  

Advertisement

Share

Related posts

કોરોના અપડેટ-ભરૂચ જિલ્લામાં કયાં કેટલા, કયાં વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં,તમામ બાબતોનું સચોટ અપડેટ.

ProudOfGujarat

સેનાના અધિકારીઓ જવાનોની ઉપસ્થિતિમાં ફરજ દરમ્યાન હાર્ટએટેક ના હુમલાથી નિધન પામેલ જવાન રાજેશભોઈ ના નશ્વર દેહને વતનમાં અત્યેષ્ટી

ProudOfGujarat

જિલ્લા માં માર્ગો બનાવવા માં કરોડો વપરાય છતાં પ્રથમ વરસાદે ખાડા જ દેખાય તેવી સ્થિતિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!