દેશભરમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે કોરોના વેકશીન તૈયાર કરી દેશભરનાં હોસ્પિટલોમાં પહોંચતી કરવામાં આવી છે ત્યારે પહેલા તબક્કાનું ફ્રન્ટ લાઈન વર્કરોનુ કોરોના વેકશીનનું રસીકરણ પૂર્ણ થતાં બીજા તબક્કાનુ કોરોના વેકશીનનું રસીકરણ શરૂ કરવામાં આવતા લીંબડી તાલુકા પંચાયતનાં કર્મચારીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચૌહાણ, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભુવાત્રા સહિત તમામ કર્મચારીઓએ બીજા તબક્કાનું કોરોના વેકશીનનું રસીકરણ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના વેકસીન સેન્ટર ખાતેથી કરાવ્યું હતું તેમજ રસીકરણ કરાવ્યા બાદ કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની આડઅસર થવા પામી ન હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement