ભરૂચનાં સ્ટેશન રોડ ઉપર રિક્ષા ચાલકે પોતાની રિક્ષા સાઈડ પર કરતી વખતે પાછળથી બાઇક ચાલકને અકસ્માત નડતા બાઈક ચાલકે અન્ય મિત્રોને બોલાવી રીક્ષા ચાલકને માર મારી તેની રીક્ષાનો કાચ તોડી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઝડપી પાડવાની કવાયત આરંભી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની શિવકૃપા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા રાકેશભાઈ કિશોરભાઈ કાયસ્થ પોતાની રિક્ષા સ્ટેશન રોડ ઉપરથી લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જૂના એસ.ટી ડેપો નજીક રોડ સાઇડ ઉપર ઉભેલા પેસેન્જરને રિક્ષામાં બેસાડવા માટે પોતાની રીતે રોડ સાઇડ ઉપર રિક્ષા કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલી મોટરસાયકલ નંબર GJ 16 1469 ના ચાલકે રિક્ષા સાથે અથડાવી દેતા મોટરસાયકલ ચાલકે રિક્ષાચાલકને રોકી કહ્યું તું મને ઓળખે છે તેમ કહી તેણે ફોન કરી અન્ય મિત્રોને સ્થળ ઉપર બોલાવી રિક્ષાચાલક રાકેશભાઈ કિશોરભાઈ કાયસ્થને માર મારી રીક્ષાનો કાચ તોડી જાહેરમાં જ ઉઠક-બેઠક કરાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવા સાથે ગુપ્તાંગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડતા રિક્ષા ચાલકને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવાની કવાયત આરંભી છે.
ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.
Advertisement