સવારથીજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓનું કાઉન્ટિંગ શરૂ થયું હતું ત્યારે પ્રથમ તબક્કા માં વોર્ડ ન. ૧ માં ત્રણ અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે અને અન્ય એક ભાજપના મહિલા ઉમેદવાર ચૂંટાયા છે.
જેમાં સામાન્ય સ્ત્રી
કાજલબેન રામચંદ્ર કાછીયા 1026 વોટ
સામાન્ય સ્ત્રી
સાબેરબેન રઝાક ભાઈ શેખ 854 વોટ
સામાન્ય
ઇસ્માઇલભાઈ ઉસમંગની મન્સૂરી 1223 વોટ
સામાન્ય
મંજુરે ઇલહી યુસુફ ભાઈ સોલંકી 1087 વોટ
પરિણામ આવતા જ જીતેલા ઉમેદવારોને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. નગરપાલિકાના પૂર્વ ઉપ્રમુખ અને મુસ્લિમ આગેવાન એવા સ્વ. યુસુફભાઈ સોલંકીના પુત્ર પ્રથમ ટર્મમાં જ નગરપાલિકાની ચૂંટણી જીતી પોતાના પિતાનું સ્વપ્ન પૂરું કર્યું હતું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઇસ્માઇલભાઈ ઉસમંગની મન્સૂરી પણ પ્રથમ ટર્મમાં નગરપાલિકાની ચૂંટણી જીતી હતી.
વોર્ડ નંબર ૧ ના વિજેતા ઉમેદવાર મંજુરે ઇલહીએ પોતાના વિસ્તારનો મતદારોને જણાયું હતું કે આ મારી જીત નથી આ તમારી મહેનતની જીત છે મેં હર હંમેશા તમારી સાથે જ છું કેવી રીતે મારા પિતા જે રીતે તમારી સાથે ઉભા રહેતા હતા એવી રીતે જ મેં તમારી સાથે જ છું.
રાજપીપળા : આરીફ જી કુરેશી