અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે તાજેતરમાં ઘરફોડ ચોરીનાં ગુનાની શોધખોળ કરી ત્રણ આરોપીને કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇની સૂચના અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્ન હાથ ધર્યા હોય જેમાં ટૂંક સમય પહેલા પી.આઇ આર.એન કરમટિયા દ્વારા અંકલેશ્વર જી.આઇ.ડી.સી જેની ફેબ્રિકસ કંપનીની સી આઇ કાસ્ટ મટીરિયલ 2000 કિગ્રા રૂ.1,50,000 ની ચોરી થયેલ જે ગુનો શોધી કાઢી ત્રણ આરોપીઓ (1) વિનોદ ઉર્ફે દિલ્લી s/o તારકેશ્વર ઠાકુર રહે. ગામ જીતાલી, અંકલેશ્વર (2) મોહંમદ અળતાફ ઉર્ફે સલમાન s/o મોહંમદ શકીલ કુરેશી રહે. પદમાવતીનગર, રાજપીપળા રોડ, સારંગપુર, અંકલેશ્વર (3) વિકાસ ઉર્ફે ટેની s/o ચુનાલાલ કુશ્વાહ રહે. સોનમ સોસાયટી, સારંગપુર, અંકલેશ્વર નાઓને પકડી પાડયા છે અને ટેની પાસેથી રૂ. 1,50,000 ની મત્તાની ચોરીનો ભેદ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ઉકેલ્યો છે અને ત્રણેય આરોપીઓનાં રિમાન્ડ મેળવી આગળની તજવીજ પોલીસે હાથ ધરી છે.