સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે આજે મતદાન યોજાઇ રહ્યુ છે, ત્યારે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ડી.પી. શાહ વિદ્યામંદિર, કન્યા શાળા અને કુમાર શાળાએ ઉભા કરાયેલા મતદાન મથકોની મુલાકાત લીધી ત્યારે ધીમેધીમે મતદાનની ટકાવારીમાં અંશતઃ વધારો થતો દેખાયો. રાજપારડીના આઠ મતદાન મથકો ઉપરાંત પંથકના કેટલાક ગામોના મતદાન મથકોએ મતદારો લાઇનમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા નજરે પડ્યા હતા. રાજપારડી ગામે કુલ આઠ મતદાન મથકોએ બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા જેટલું મતદાન થયુ હોવાની વિગતો જાણવા મળી છે. ભાલોદ ગામે મણીબેન માછી નામની વિકલાંગ મહિલાએ પણ અન્ય વ્યક્તિઓની સહાયથી મતદાન મથકે આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો અને જી.આર.ડી જવાનો ફરજ બજાવતા નજરે પડયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા : રાજપારડી ગામનાં આઠ મતદાન મથકો પર બપોરનાં એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા મતદાન થયું.
Advertisement