27 મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી હત્યાકાંડનાં 59 જેટલા કાર સેવકો મૃત્યુ પામ્યા હતા ત્યારે ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મૃત્યુ પામેલા હુતાત્મા ઓને શાંતિ આપવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે
ત્યારે આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં આજરોજ સવારે 10 કલાકે પાંજરાપોળ ચર્ચથી વિશાળ સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બાઇક રેલી સ્વરૂપે ટ્રેન કાંડનાં સાબરમતી એક્સપ્રેસ ડબ્બા પર પહોંચી હુતાત્મા કારસેવકોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથિ નિમિત્તે ગોધરા ખાતે સુંદરકાંડનું આયોજન ગોધરા નગર સમિતિ દ્વારા આજરોજ પરમ પૂજ્ય અશ્વિન પાઠકના કંઠે રાત્રીના 8:30 કલાકે સ્વામીનારાયણ શિખરબદ્ધ મંદિર વૃત્તાલય વિહારમ આનંદ નગર ખાતે રાખવામાં આવેલ છે જેમાં સહ કુટુંબ મિત્રમંડળને હુતાત્મા કારસેવકોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.
Advertisement