આજે ભરૂચ જનતા અપક્ષ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ભરૂચમાં અપક્ષ ઉમેદવારોના બેનરો ફાડવાનો અને નુકસાન પહોંચાડવાનાં વિષય પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ભરૂચ જનતા અપક્ષ સેનાનાં ધવલ કનોજીયાએ જણાવ્યુ હતું કે ભરૂચ વોર્ડ નં.3 માં અડધી રાત્રે સત્તાધારી પક્ષનાં માણસો દ્વારા અપક્ષ ઉમેદવારોનાં બેનરો ફાડી નાંખવામાં આવ્યા તો પોલીસ અને તંત્રને અમારી માંગણી છે કે આ પ્રકારની ઘટના શહેરમાં ન બને, હિન્દુ સેના દ્વારા અપક્ષ ઉમેદવારોને પ્રોટેકશનની પોલીસ પાસે માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં પોલીસ દ્વારા આ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરવામાં આવે છે તેને ડામવામાં આવે અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિઓને પણ પોલીસ તંત્ર દ્વારા નાથવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
Advertisement