ભરૂચ જીલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય આથી ભરૂચ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી પટેલ દ્વારા મત ગણતરી બિલ્ડીંગની આસપાસના વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાય રહે તે માટે આસપાસનાં વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાય રહે તે માટે આસપાસનાં 100 મીટરનાં એરિયામાં જાહેરમાં હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ગુજરાત રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજયની તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જીલ્લામાં પણ આગામી તા.28/2/21 નાં રોજ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય અને તા.2/3/21 નાં રોજ મત ગણતરી નિયત સ્થાને કરવામાં આવશે જેના અનુસંધાને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી. પટેલે મળેલ સત્તાની રૂએ જણાવ્યુ કે તા.2/3/21 નાં સાંજે 5 વાગ્યા સુધી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાનાં નિયત કરેલ મત ગણતરી સ્થળનાં કંપાઉન્ડ દીવાલની 100 મીટરનાં વિસ્તારમાં ઘેરાવામાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા સરઘસ કાઢવા પર સેલ્યુલર ફોન લઈને હરવા ફરવાની કે પ્રવેશ કરવાની કે તેનો ઉપયોગ કરવાની મનાઈ હુકમ કરવામાં આવેલ છે. જે આ હુકમનો ભંગ કરશે તેના પર ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-135 અને ઇન્ડિયન પીનલ કોડની કલમ-188 મુજબની કાર્યવાહી કરવામાં આવશે.