Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝઘડીયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી 25 કામદારો દાઝયાં, 20 કીમી સુધી ધડાકો અનુભવાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં સોમવારે મધરાત્રિનાં સમયે બ્લાસ્ટ થતાં 20 કીમીના વિસ્તારમાં રહેતાં લોકોએ જાણે ભુકંપનો આંચકો આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ કંપનીના પ્લાન્ટમાં ભીષણ ફાટી નીકળતાં 25 જેટલાં કામદારો દાઝી ગયાં હતાં.

ઝઘડીયા જીઆઇડીસીમાં યુપીએલ કંપની આવેલી છે. કંપનીમાં સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી તે વેળા રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે જીઆઇડીસીને અડી આવેલાં દધેડા, ફુલવાડી, કપલસાડી સહિતના ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તુ્ટયાં હતાં. આ ઉપરાંત બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વવર સુધી અનુભવાય હતી. લોકોએ ભુકંપ આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવાયાં હતાં. બનાવની જાણ થતાં લશ્કરોની ટીમ કંપની ખાતે પહોંચી ગઇ હતી અને બચાવ તથા રાહત કામગીરી હાથ ધરી હતી.

યુપીએલ કંપનીમાં થયેલાં ભયાનક બ્લાસ્ટમાં 25 થી વધારે કામદારો દાઝી ગયા હોવાની આશંકા સેવાય રહી છે. કંપનીમાં કયાં કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ઝઘડીયા જીઆઇડીસીની આસપાસ આવેલાં ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે.

દહેજની યશસ્વી કેમિકલની દુર્ઘટના બાદ જિલ્લામાં વધુ એક મોટી દુર્ઘટના સામે આવતા અધિકારીઓમાં દોડ ધામ મચી હતી, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, મામલતદાર, કલેક્ટર, પોલીસનાં ઉચ્ચ અધિકરીઓએ સમગ્ર મામલા અંગેની જાણકારી પ્રાપ્ત કરી આખરે ઘટના કઈ રીતે બની શું માનવ સર્જિત ઘટના છે કે અન્ય કોઈ કારણો તે તમામ દિશામાં તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે.

Advertisement

યુપીએલ 5 માં ધડાકો થતા ભરૂચ સુધીના કેટલાય ભાગોમાં ધરા ધ્રુજતા એક સમયે લોકોને ભૂકંપ જેવો અહેસાસ થયો હતો સાથે જ જોરદાર વિસ્ફોટની ગુંજથી લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો, મોડી રાત્રે બનેલ ઘટનાથી અજાણ લોકોને વહેલી સવારે કંપનીમાં વિસ્ફોટ અંગેથી માહિતગાર થતા રાહતનો શ્વાસ લોકોએ લીધો હતો.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ભીલિસ્થાન ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ફાયરિંગ, વકીલો વચ્ચેની દલીલ બાદ ગોળીબાર

ProudOfGujarat

કેવડિયા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીમે શુટિંગ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!