ગુજરાતમાં ચુંટણીઓનો શંખનાદ ફૂંકાયો છે ત્યારે ગોધરા નગરપાલિકામાં આવેલ 11 વોર્ડમાં 44 બેઠક ઉપર ચુંટણીઓ યોજાઇ રહી છે તમામ વિવિધ પક્ષો પોતપોતાની તાકાત લગાવી પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે ઉભા કર્યા છે. ચુંટણીનાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદાન કરવા માટે પોતપોતાના લોક પ્રચારમાં જોડાયાં છે ત્યારે સાચા અને કાર્ય કરનાર ઉમેદવારો પ્રત્યે લોકોના પ્રેમ જોવા મળી રહ્યો છે તે ભલે ગમે તે પક્ષમાં હોય ત્યારે પંચમહાલ જીલ્લામાં આવેલા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહયો છે. ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર અંતિમ પ્રચાર જોવા મળી રહ્યો છે. અપક્ષ-ભાજપ-કોંગ્રેસ, એઆઈએમ, આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ મેદાનમાં છે. પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જીલ્લામાં શહેરા નગરપાલિકા અને ગોધરા નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ગોધરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો છે કારણકે વોર્ડ નંબર-1,2,3,4,5,11 માં કોગ્રેસ અને અપક્ષોનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે તેમાં કોઈ બેમત નથી. આ દરેક વોર્ડમાં ભાજપની જે વોટ બેંક છે તેને અપક્ષોનાં ઉમેદવાર મુશ્કેલીમાં મૂકશે જ્યારે વોર્ડ નંબર 1 માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે અને સ્થાનિક રહીશોમાં પણ કોંગ્રેસ હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉભરી આવી રહી છે. વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનો ચુંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના માજી પ્રમુખની ધર્મપત્નીને ભાજપ દ્વારા ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોને ભાજપની મહિલા ઉમેદવાર પડકાર આપી રહી છે. જયારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાયેલ ગોધરા નગરપાલિકાના માજી પ્રમુખની ધર્મપત્ની પોતે Msc. B.Ed કરેલ છે ત્યારે આ ઉમેદવાર સામે કોગ્રેસનાં ઉમેદવાર પોતે વકીલ છે તે એક પડકાર રૂપ બની રહશે.
પંચમહાલ રાજુ સોલંકી