Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દુકાનોનાં શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી “એ” ડીવીઝન.

Share

ભરૂચમાં છેલ્લા લાંબા સમયથી ચોરી લૂંટની ફરિયાદો વધવા પામી છે. તાજેતરમાં ભરૂચની દુકાનોનાં શટર તોડી રાત્રિનાં સમયે ચોરી કરતી ગેંગનો “એ” ડીવીઝન પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર ગત તા. 17/2/21 નાં ભરૂચમાં નંદેલાવ રોડ ઉપર ધ્વીજ પ્લાઝામાં આવેલ પટેલ ટ્રેડર્સ તથા ભૂમિ મેચીન સેન્ટર, ગોદી રોડ પરના રૂત્વા પેલેસમાં આવેલ મારૂતિ બુક સ્ટોર નામની દુકાનોમાં રાત્રિનાં સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા દુકાનનાં શટર તોડી ચોરી કરેલ હોય જે હકીકતનાં આધારે ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ હોય.

Advertisement

તાજેતરમાં નોંધાયેલી ફરિયાદનાં આરોપીઓને બનાવનાં સ્થળ તથા અલગ-અલગ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળેલ આ ચોકકસ બાતમીનાં આધારે પોલીસે રેલ્વે પાટાની નીચે ઝુંપડપટ્ટીમાં તેમના રહેઠાણનાં સ્થળ પર ટેકનિકલ સર્વેલન્સ તથા હયુમન ઇન્ટેલીજન્સથી “એ” ડીવીઝન પોલીસે તપાસ કરતાં ત્યાંથી ચાર શખ્સો હાજરમાં મળી આવતા તેમની પૂછપરછ તથા અંગ જડતી દરમિયાન ચારેય શખ્સો પાસેથી રૂ.800 રોકડ રકમ, એક મોબાઈલ ફોન સહિત ચાર આરોપીઓ (1) મહેશ શનુભાઈ ભૂરીયા (2) અલ્કેશભાઈ ચુનીલાલ ગણાવા (3) કરણ રત્નાભાઈ ભાભોર (4) અર્જુન શંકરભાઈ મોહણીયા નાઓને પોલીસે પકડી પાડયા છે અને આ ચોરીના ભાગેડુ આરોપી રાકેશ બચુભાઈ મેડાની પોલીસે શોધખોળ આદરી છે. ચારેય શખ્સોએ આજથી એક મહિના પહેલા જગન્નાથ મંદિર, સંતોષી માતા મંદિર, અંબામાતા મંદિર, હનુમાન મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી પરચુરણની ચોરી તેમજ તાજેતરમાં દુકાનોનાં શટર તોડી ચોરી કરેલ હોય તેની પોલીસ સમક્ષ કબૂલાત કરેલ છે.


Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાનાં નાની નારોલી જી.આઈ.પી.સી.એલ ખાતે આવેલી ભારતીય વિદ્યા ભવન શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશેની માહિતીનો સમાવેશ મુંબઈની ભારતીય વિદ્યાભવન “સંબોધ “માં નોંધ લેવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડામાં આદિવાસી સંગઠન દ્વારા યુ.સી.સી.નો પ્રબળ વિરોધ કરાયો

ProudOfGujarat

વિદેશમંત્રી એસ. જયશંકરે વિધાનસભામાં રાજ્યસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!