ભરૂચનાં જંબુસર વિસ્તારનાં રાઠોડ સમાજ દ્વારા ટોચ મર્યાદાની જમીન બાબતે આજે કલેકટર કચેરીએ જઈ એક લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ લેખિત પત્રમાં પાઠવ્યા મુજબ રાઠોડ સમાજને ટોચ મર્યાદાની જમીન આપેલ હોય તેમ છતાં ગામનાં અસામાજીક તત્વો તથા ભૂમાફિયા દ્વારા રાઠોડ સમાજની જમીન ઉપર કબ્જો કરેલ હોય અને અવારનવાર અમોને કનડગત કરતાં હોય આથી છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી આ જમીન માટે લડત આપવામાં આવી છે. રાઠોડ સમાજ દ્વારા 15 થી વધુ ફરિયાદો કરવામાં આવી છે તેની તપાસ મામલતદાર જંબુસર વિભાગને કરેલ હોય બાદમાં તેમના દ્વારા કલેકટરને રિપોર્ટ આપવામાં આવ્યો હોય અમારી આ તકલીફને ધ્યાને લઈ આપ અમારી રજૂઆતો પર ધ્યાન આપશો તેવી માંગણી છે તેમજ ટૂંક સમય પહેલા આ જમીન પર કબ્જો કરનાર ભૂમાફિયા ખાલીદ અહેમદ દ્વારા જમીન પચાવી પાડવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવેલ આથી જો આગામી સમયમાં આ બાબતે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાઠોડ સમાજ દ્વારા કલેકટર કચેરી સામે ધરણાં સહિતનાં જીઆર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી દહેગાનાં રાઠોડ સમાજે ઉચ્ચારી છે.
ભરૂચ : લેન્ડ ગ્લેબિંગ પ્રોહિબિશન એકટ મુજબ કરેલ 15 ફરિયાદની તાત્કાલિક એફ.આઇ.આર. કરવા કલેકટરને આવેદનપત્ર.
Advertisement