Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

અંકલેશ્વર ને.હા ૪૮ પર ખરોડ ચોકડી નજીક આજે વહેલી સવારે અંબાજીથી નવસારી તરફ જતી એસ.ટી બસ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અંબાજીથી નવસારી 30 થી વધુ મુસાફરોને લઈને જતી એસ.ટી બસનાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સમગ્ર અકસ્માતની ઘટના બની હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે,અકસ્માત બાદ એસ.ટી બસ રોડ નજીકમાં આવેલ ગલ્લાઓમાં ઘુસી જતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, બનાવ અંગેની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર દોડી જઇ મામલે વધુ તપાસ હાથધરી હતી.

મહત્વનું છે કે છેલ્લાં ૧૫ દિવસમાં અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક અકસ્માતની ૨ થી વધુ ઘટનાઓ સામે આવી છે, ત્યારે અવારનવાર સર્જાતા આ પ્રકારના અકસ્માતોના બનાવો ઉપર અંકુશ મેળવવા માટે સ્થાનિકોએ તંત્રમાં આ સ્થળે ફ્લાયઓવર બનાવવા માટે પણ રજુઆત કરી છે તેમ છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા અકસ્માતની ઘટનાઓ રોકાવવાનું નામ નથી લઈ રહી અને કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે કે શું તેવી ચર્ચાઓ પણ લોકોમાં જોર પકડયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ.સી.બી. પોલીસ તેમજ રાજપારડી પોલીસની સંયુકત ટુકડીએ આંતરરાજય વાહનો ચોરી કરતી ગેંગના બે શખ્સોને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 29 જેટલી મોટર સાયકલો જપ્ત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ નજીકના રાસાયણિક એકમો 70,000 હેક્ટર પરના વૃક્ષો સહિત ઊભા પાકનો નાશ કરી રહ્યા છે : 50,000 ખેડૂતો બેરોજગાર.

ProudOfGujarat

અમદાવાદ : મુંબઈ-દિલ્હી ફ્લાઈટ હાઈજેક મામલે બિરજુ સલ્લાને મોટી રાહત, HC એ NIA કોર્ટનો ચુકાદો રદ કર્યો, બિરજુ નિર્દોષ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!