માંગરોળ તાલુકામાં સતકૈવલ સંપ્રદાયના ભગવાન કરુણાસાગરના પ્રાગટ્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ભજનકીર્તન, ઉપાસનાનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. કરુણાસાગર ભગવાનની પાલખી યાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. માનનીય મંત્રી ગણપતભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા.
આજરોજ 13/2/21, શનિવાર મહાસુદબીજનો દિવસ એટલે સતકૈવલ જ્ઞાનસંપ્રદાયનો અનેરો તહેવાર ભગવાન કરુણા સાગરનો આજે પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
જ્ઞાનસંપ્રદાયકનાં સ્થાપક ભગવાન કરુણાસાગરનો આજે શનિવાર 13 ફેબ્રુઆરીએ 249 મો પ્રાગટ્યદિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી. ભગવાન કરુણાસાગરે કાયમપંથ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી હતી. માંગરોળ તાલુકાનાં વાંકલ, આંબાવાડીના કાટી ફળિયું, કુંડી ફળિયું, નવું ફળિયું, વેરાકુઈ, કંસાલી, પાતલદેવી, લવેટ, બોરિયા, વગેરે ગામોમાં મહાસુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી. દરેક ગામોમાં મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકભક્તોએ ભગવાન કરુણાસાગર ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિનોદ મૈસુરીયા, વાંકલ.