ભરૂચ જિલ્લા તથા ગુજરાતભરમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો મતદારોમાં પણ જન જાગૃતિ લાવવાના ભાગરૂપે નોંધ આપણો અધિકાર છે તેવા અભિગમ સાથે ભરૂચની શ્રવણ વિદ્યાધામ દ્વારા મતદાર જાગૃતિ અંગે રંગોળીનું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, દિવ્યેશ પટેલ અતિથિ વિશેષ તરીકે જે.ડી પટેલ, ઉર્મિલાબેન પાનવાલાની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અંગેની રંગોળી લોકો માટે મૂકવામાં આવી હતી.
રંગોળી 20 X 12 ની તૈયાર કરાઈ હતી અને રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રંગોળીમાં ૨૩ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ મતદાન અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર લોકોમાં મતદાન જાગૃતિ આવે તે ભાગરૂપે રંગોળી થકી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ અંગે રંગોળી રજૂ કરાય.
Advertisement