ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જંગ ધીરે ધીરે જામી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દીધી છે જેના પગલે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પોતાના સમર્થકો સાથે નોંધાવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના હજુ પણ મેન્ડેટ તો જાહેર કરાયા નથી પરંતુ કેટલાય ઉમેદવારોને ફોન ઉપર મેન્ડેટ મળ્યા હોવાના પગલે કેટલાક કોંગ્રેસીઓ અને અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા, મોટી સંખ્યામાં કલેકટર કચેરી દિવસ દરમિયાન લોકોથી ગુંજતી જોવા મળી હતી.
ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ ૧૩મી ફેબ્રુઆરી રહેલી છે જેના કારણે ૧૨ મી ફેબ્રુઆરીના રોજથી સવારથી જ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે જેના પગલે ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પોતાના સમર્થકો સાથે નોંધાવી રહ્યા છે પરંતુ કોંગ્રેસમાં હજુ પણ કયા ઉમેદવારોને મેન્ડેટ મળ્યા છે તે હજુ સ્પષ્ટ થયું નથી છતાં પણ કેટલાય કોંગ્રેસના ઉમેદવારોએ બંધબારણે પોતાની ઉમેદવારી નોંધાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે આજે પણ ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે કોંગ્રેસને મેન્ડેટ ન મળી હોવા છતાંય કેટલાક ઉમેદવારોએ ઉમેદવારીપત્રો નોંધાવતા તેઓને ફોન ઉપર મેન્ડેટ મળ્યા હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે શું હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી જાહેર ન કરવા પાછળ શું કોંગ્રેસીઓને ઉમેદવારો મળતા નથી તેવા અનેક સવાલો ઉભા થયા છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી આ અંગે શહેર પ્રમુખનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેર પ્રમુખ મીડિયાનો કોલ રિસીવ કરવા તૈયાર નથી તે જ સાબિત કરે છે કે ફરી એકવાર ભરૂચમાં કોંગ્રેસ લુલી સાબિત થાય તો નવાઇ નહીં.
જોકે કોંગ્રેસના ઉમેદવારોની યાદી હજુ સુધી જાહેર થઈ નથી અને ઉમેદવારી નોંધાવવાનો આવતી કાલનો અંતિમ દિવસ રહેલો છે ત્યારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોને ત્યારે જાહેર કરશે તે પ્રશ્ન ઊભો થયો છે જેના કારણે કેટલાય હરખ પદુડા ઉમેદવારો બંધને પણ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ઉમેદવારોના નામો અંગે મીડિયાથી દૂર રહ્યા છે. શું કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી કે પછી કોંગ્રેસ અપક્ષને સમર્થન જાહેર કરી રહી છે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. જોકે આવતીકાલે ૧૩મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે સતત દિવસ દરમિયાન કલેકટર કચેરી લોકોથી ગૂંજતી રહેશે તે નિશ્ચિત છે.
ભરૂચમાં વિવિધ પક્ષોનાં ઉમેદવારોએ ઉમેદવારી પોતાના સમર્થકો સાથે નોંધાવી.
Advertisement