રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી સંગ્રામ ચાલુ થઈ ગયું છે ત્યારે લોકોમાં રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભારે ઉત્સાહ દેખાય રહયો છે. વોર્ડ નંબર 3 નાં યુવા અપક્ષ ઉમેદવાર ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) આ વર્ષે ફરી ઉમેદવારી કરી છે.
ગયા 5 વર્ષ ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) એમના વિસ્તારમાં ઘણો વિકાસ કર્યો છે કોઈના પણ પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય, લાઈટનો પ્રશ્નો હોય, રોડ બનાવવા માટેનો પ્રશ્નો હોય જ્યારે પણ ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) મતવિસ્તાના રહીશોને જ્યારે પણ જરૂર હોઈ ત્યારે એમના પડખે ઉભા રહીને આમના દુઃખ અને સુખમાં ઉભા રહયા છે.
ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) ગયા પાંચ વર્ષે પણ વન નંબર 3 માંથી ભારે જંગી બહુમતીથી અપક્ષ તરીકે ચૂંટણીમાં રાજપીપળા નગરપાલિકામાં તેમાં વિસ્તારના લોકોએ ચૂંટીને મોકલ્યા હતા અને વિશ્વાસ મૂક્યો હતો કે ચૂંટાયા પછી એમના વિસ્તારમાં સારા કામ કરશે જે વિશ્વાસ મૂક્યો હતો એમાં એ એક સારા નગર સેવક તરીકે છાપ ઉભી કરી છે અને ફરી પાછા આ વર્ષે ભારે ઉત્સાહથી જીતની આશાથી ફરી રાજપીપળા નગરપાલિકામાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે ઇલમુદીન (ઉર્ફે ઇલું બક્ષી) ને આશા છે કે ફરી વોર્ડ નંબર 3 ના એમને એમના વિસ્તારના લોકો ખોબે ખોબે મત આપીને ભારી જંગી બહુમતીથી જીતાડશે એવી આશા દેખાય રહી છે દરેક સમાજના પ્રશ્નો હલ કરવા માટે હર હંમેશા તત્પર રહે છે અને એક સારા સમાજ સેવક તરીકે રાજપીપળામાં ઓળખ ધરાવે છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી