બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચેની ટીમે બાતમીના આધારે કિમ ચોકડી વિસ્તારમાંથી ઇઝહાર અખ્તર અંસારી નામના ઇસમની ધરપકડ હતી, આ ઈસમ ટ્રકની બેટરીનો ધંધો કરતો હોય ઇઝહારે ટ્રકોનાં ડ્રાઈવર સાથે ઓળખાણ કરી તેઓને રૂપિયા કમાવવાની લાલચ આપી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ સામે આવ્યું હતું કે ઇઝહાર અખ્તર અંસારી રહે.રોયલ પાર્ક. કિમ ચોકડી,સુરત નાઓનો ટ્રાકના ડ્રાઈવર સાથે ઓળખ ઉભી કરી કિમથી કડોદરા વચ્ચે કોઈ ગોડાઉનમાં માલસામાન ખાલી કરી ખાલી કરેલ ટ્રકને બીજા નજીકના જિલ્લામાં બિનવારસી મૂકી જઇ ઓર્ગેનાઇઝ ક્રાઈમની ઘટનાઓને અંજામ આપતો હતો, હાલ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વનું છે કે ભરૂચ જિલ્લામાં ઔધોગિક એકમો ખૂબ મોટા પાયે આવેલા છે એવામાં આ પ્રકારની ઓર્ગેનાઇઝ ગેંગોના કાળા કારનામા અવારનવાર સામે આવતા હોય અનેક ઉદ્યોગપતિઓ માટે આ બાબત માથાના દુઃખાવા સમાન બની છે, આ અગાઉ પણ અનેક એવી ઘટનાઓમાં લાખોના માલસામાનની આ પ્રકારે ટ્રક ચાલકો સાથે મળી ગુનેગાર તત્વોએ પોતાના કરતૂતોને અંજામ આપ્યો હતો જેમાં કેટલાય ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો પણ છે પંરતુ વધુ એકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે.