ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકામાં ચૂંટણીલક્ષી મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકા એક અને બે માં આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થવાની શકયતા બુદ્ધિજીવીઓ દર્શાવી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ, BTP અને ભાજપ વચ્ચે નેત્રંગની સીટમાં જે જંગ જામવાની તૈયારીઓ દર્શાવાય રહી છે.
ભરૂચ જીલ્લામાં નેત્રંગ તાલુકામાં 100 ટકા ટ્રાયબલ વસ્તી વસવાટ કરે છે. ગત વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારમાં BTP નું શાસન હતું, BTP નાં શાસન દરમિયાન કોઈ જાતનાં પ્રજાલક્ષી કાર્યો થયા નથી આથી પ્રજાજનો BTP થી ભારે નારાજ થયા છે આથી આ વર્ષે નેત્રંગ તાલુકામાં ભાજપ, BTP અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કોંગ્રેસ પક્ષ દ્વારા તા.12 નાં રોજ નેત્રંગ વિસ્તારમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે તો બીજી તરફ BTP અને ભાજપ પણ ઉમેદવારની શોધમાં છે. નેત્રંગ તાલુકામાં કોંગ્રેસે જીત નિશ્ચિતનો દાવો કર્યો છે. તો બીજી તરફ પ્રજાજનો પણ BTP થી નારાજ છે. આગામી સમયમાં જોવું રહ્યું કે પ્રજાનો પ્રેમ કઈ પાર્ટી ઉપર વરસે છે. નેત્રંગમાં યોજાયેલ ચૂંટણીલક્ષી મહા સંમેલનમાં સંદીપ માંગરોલા, માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય વસાવા, દલપતભાઈ વસાવા, શેરખાન પઠાણ સહિતનાં કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : નેત્રંગમાં કોંગ્રેસ સમિતી આયોજીત મહા સંમેલન યોજાયું.
Advertisement