ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામ ખાતે, શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા વાર્ષિક શિબિરનું આયોજન કરાયું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિ. અંતર્ગત આવતી બધી કોલેજોમાં માત્ર આ વર્ષે હજુ સુધી ગોધરાની એકમાત્ર કોલેજ દ્વારા આવો કેમ્પ આયોજિત થયો છે. વિદ્યાર્થીઓમાં સામાજિક, વૈજ્ઞાનિક અને રચનાત્મક પ્રવૃતિઓનો વિકાશ થાય તે માટે કેમ્પનું આયોજન થતું હોય છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર, ડો. રૂપેશ નાકર દ્વારા ગામમાં અને પ્રાથમિક શાળામાં ખાસ વેક્સિનેશન ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ, કોવિડ અવેરનેશ, સ્વછતા અભિયાન, ઇ-લિટરસી, ગામમાં સદભાવના રેલી, રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ ઉપરાંત નર્સરીની મુલાકાત, વૃદ્ધાશ્રમની મુલાકાત, ગાંધી આશ્રમમાં કાર્યક્રમ, ગામમાં સર્વે, ટ્રી પ્લાન્ટેશન વગેરે જેવા બીજા ઘણા કાર્યક્રમો યોજાયા હતા.
રાજ્ય કક્ષાના ઉતમ વકતાઓ જેવા કે ડો. સુજાત વલી (ગાયનેકોલોજિસ્ટ-ગોધરા), ડો. કનક લતા મેડમ (પ્રિન્સિપાલ સાયન્ટીસ, કેવિકે, પંચમહાલ), ડો. જૈમિની શાસ્ત્રી વગેરેના ઉપયોગી વ્યાખ્યાનો પણ આયોજિત થયા હતા. વિદ્યાર્થીઓએ રેડ ક્રોસની ટીમ સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કર્યો હતો જેમાં કેમ્પના વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું.
કલ્ચરલ પ્રોગ્રામમાં ગોધરાના ગોપાલભાઈ પટેલ (શ્રીજી કલા વૃંદ), ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનમાથી પ્રકાશ બિલાવલ, સરકારી મોરવા હડફ કોલેજના ચિંતન જાની, મહેશ જાદવ, ગોધરાથી ડો. પ્રવીણ પરમાર, ડો. સુરેશભાઇ ચૌધરી ઉપરાંત ગામના લોકો, ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બનાવેલ નાટક –“કોરોના બાબા” લોકોને ખૂબ ગમ્યું હતું. કેમ્પના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યુનિ. ના કુલસચિવ ડો. અનિલ સોલંકીએ ખાસ હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓએ ખાસ શા માટે એન.એસ.એસ માં જોડાવું જોઇએ ઉપરાંત આવા કેમ્પથી વિદ્યાર્થીના અભ્યાસમાં રુચિ વધે છે તેવું જણાવ્યુ હતું.
આજ પ્રસંગે કોલેજના ડો. પી.વી.ધારાએ વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસરના શ્રેષ્ઠ કાર્યને બિરદાવયુ હતું. આ સમગ્ર કેમ્પમાં ઉત્તમ કામગીરી માટે વિદ્યાર્થીઓને ટ્રોફી દ્વારા સન્માનીત કરાયા હતા જેમાં બેસ્ટ વોલેંટિયર- કૂ. પ્રાચિ દીક્ષિત અને યુવરાજ રૌલજી (સાયન્સ) તથા આર્ટસ વિભાગમાં, નુરજહા પાડા અને હર્ષ પંડ્યાને એવોર્ડ એનાયત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રૂપેશ નાકરે કર્યું હતું. પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલે વિદ્યાર્થીઓને કેમ્પ સફળ બનાવવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપી હતી. પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જશપાલ સોલંકી સાહેબે વિદ્યાર્થીઓના કાર્યોની ખૂબ પ્રસંસા કરી હતી અને આગામી ત્રણ વર્ષ દરમ્યાન આજ શાળા ખાતે કેમ્પનું આયોજન થાય તે માટે અપીલ કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી