સાંસદ મનસુખ ભાઈએ ફેસબુક એકાઉન્ટ પર માહિતી આપી હતી કે તેમના ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી દાવેદારી પાછી ખેંચી લીધી છે તેમજ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ તરફથી નિર્ણય લેવાયો છે કે કોઈપણ નેતાના પરિવારમાંથી તાલુકા, જિલ્લા કે નગરપાલિકાની સીટ પરથી ઉમેદવારી કરવી નહીં, પાર્ટીના આ નિર્ણયને હું ખૂબ જ આવકારું છું.
મારા પરિવારમાંથી પ્રીતિબેન વસાવાએ તાલુકા પંચાયત વડીયા અને જિલ્લા પંચાયત આમલેથા સીટ પરથી તથા મારા ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાના નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી જે દાવેદારી કરી હતી. તે દાવેદારી મારા પરિવારના બંને સભ્યો દીકરી તથા ભત્રીજાની અમે પાછી ખેંચીએ છીએ અને પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે, તેને મારો પરિવાર અને મારા સ્નેહીજનો પૂરી તાકાતથી તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે.
રાજપીપળા : આરીફ જી કુરેશી