કોરોનાની વેકસીન આવી જતાં જુદા-જુદા કર્મચારીઓને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતભરમાં કોરોનાની વેકસીન આપવાની શરૂ કરાઇ છે તેના ભાગરૂપે આજે ભરૂચમાં સરકારી કર્મચારીઓને કોરોનાની વેકસીન અપાઈ હતી.
ભરૂચનાં શાસનધિકારી વિશાલ સત્યપ્રિત દવે અને એ.જી. વચિયાએ આજે ભરૂચમાં આપવામાં આવતી કોરોના વેકસીન વિશે લોકોને જાગૃતતા કેળવવાનો સંદેશ પાઠવ્યો હતો તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે કોઈપણ લોકોએ કોરોનાની રસીથી ગભરાવાની જરૂર નથી.
આજે ભરૂચનાં સફાઇકર્મી અને મેલેરિયાનાં કર્મીઓને કોરોનાની વેકસીન આપવામાં આવી છે. આજે ભરૂચમાં ઠેર-ઠેર કોરોનાની વેકસીન સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને આપવામાં આવી હતી. જીલ્લામાં કોરોના સામે રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં શિક્ષણ વિભાગનો પણ સમાવેશ કરાયો છે. આજથી ત્રણ દિવસ સુધી સમગ્ર ભરૂચ જીલ્લામાં વિવિધ કોવિડ સેન્ટરો ખાતે સફાઈકર્મી, મેલેરિયા આરોગ્ય શાખાનો સ્ટાફ, શિક્ષણ વિભાગનાં શિક્ષકોને કોરોનાની રસી મૂકવામાં આવનાર છે. કોઈએ ડરવું નહીં, ગભરાવું નહીં અને સરકારી ગાઈડલાઇન અનુસાર તમામાં કામગીરી કરવામાં આવશે. રસીની કોઈ આડઅસર થતી નથી, રસી મુકાવવી અત્યંત જરૂરી છે.