બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટીમ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગનાં લાલ મટોડી વિસ્તારમાં મહારાષ્ટ્ર પાસિંગની એક ટ્રક નંબર MH,04,CU 2445 ને રોકી તેની તલાશી લેતા ટ્રકમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ સંતાડી લઇ જવાતું હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે ટ્રકમાં સવાર 2 આરોપીની ધરપકડ કરી અન્ય 3 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
લાખો રૂપિયાનાં વિદેશી દારૂ સાથે પોલીસે પંજાબસિંહ હરિવંશસિંહ ગૌડ રહે. પીપરિયા દાદર નગર હવેલી તેમજ શ્યામસુંદર રાજપતિ ગોસ્વામી રહે. પલસાણા ચોકડી સુરતનાને ઝડપી પાડ્યો હતો અને દમણ ખાતે રહેતા અન્ય ત્રણ આરોપી નામે કિરણ ઉર્ફે લાલો માંહ્યવંશી, આકાશ તેલી અને વિજય નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ભરૂચ ક્રાઈમ બ્રાંચે પુઠ્ઠાનાં બોક્ષમાં 190 નંગ ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ બોટલ નંગ 8040 જેની કિંમત 08.04.000 લાખ 2 નંગ મોબાઈલ કિંમત 1000 તેમજ રોકડા રૂ.2500 સહિત 5 લાખની કિંમતની ટ્રક મળી કુલ.રૂ 13.07.500 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ ભરૂચ તાલુકા પોલીસની હદ વિસ્તારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો તે બાદ હવે નેત્રંગ ખાતેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયાની ઘટનાઓ દર્શાવી રહી છે કે જિલ્લામાં કેટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી લાવવામાં આવી રહ્યો છે.