ચક્કા જામના એલાનને પગલે પાલેજ પોલીસ દ્વારા પાલેજ પોલીસ મથકની હદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. છેલ્લા ૭૨ દિવસથી કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હજુ કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે 6 ફેબ્રુઆરીના દિવસે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ચક્કાજામનું એલાન અપાયું હતું જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ જોવા મળી હતી.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા વરેડીયા હાઇવે પર પાલેજ પોલીસ દ્વારા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓ વરેડીયા ગામ નજીક બંદોબસ્તમાં નજરે પડ્યા હતા. તો બીજી તરફ પાલેજ પંથકમાં ચક્કાજામ એલાનની કોઈ અસર જોવા મળી ન હતી. નેશનલ હાઇવે નંબર ૪૮ પર વાહનવ્યવહાર રાબેતા મુજબ જોવા મળ્યો હતો.
યાકુબ પટેલ : પાલેજ
Advertisement