બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ભરૂચ સિવિલ હોસ્પિટલ માર્ગ પર એક હોન્ડા સીટી કાર નંબર DD 03 E 2682 નો ચાલક પુર ઝડપે પોતાની ગાડી હંકારી પસાર થઇ રહ્યો હતો દરમિયાન સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા માર્ગ પર નજીકમાં પાર્ક કરેલ અન્ય ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, અકસ્માત બાદ સ્થળ પર લોક ટોળા જામ્યા હતા. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઘટનાના પગલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, અને લોક ટોળાને વિખેરી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી, મહત્વનું છે કે અકસ્માતની ઘટના સર્જાઈ ત્યારે એક સમયે સ્થાનિકોએ જોરદાર અવાજનો અનુભવ થયો હતો અને લોકોના જીવ પણ તાળવે ચોટયા હતા..!!
ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો પર વધતા જતા આ પ્રકારના ઉપરાચાપરી અકસ્માતની ઘટનાઓ લોકો માટે ચિંતાનો વિષય બની છે, ગઇકાલે સવારે અંકલેશ્વરના ખરોડ ચોકડી વિસ્તારમાં ચા ના ગલ્લામાં ટ્રક ઘૂસવાની ઘટના હોય કે આજની આ ઘટના શહેર અને માર્ગો પર સીસીટીવી છતાં તંત્રની ઢીલાશના કારણે આ પ્રકારના વાહન ચાલકો બેફામ બની વાહન હંકારી રાહદારીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાની જાગૃત નાગરિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે..!
ભરૂચ સિવિલ રોડ પર એક કારે અન્ય વાહનોને અડફેટે લઈ વીજ પોલમાં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો.
Advertisement