ભરૂચ જીલ્લામાં અપહરણ તથા ગુમ થનાર બાળકોનાં અપરાધો વધતાં થયા છે. તાજેતરમાં ગઇકાલે આમોદ પોલીસ સ્ટેશનમાં બે સગીરવયની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આમોદ પોલીસ સ્ટાફે ગણતરીનાં કલાકોમાં જ બંને બાળકીની શોધખોળ કરી હતી.
આ બનાવની આમોદ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ જંબુસર વિભાગની ગુમ થનાર બાળકોનાં નોંધાયેલા ગુનાઓ શોધી કાઢવાનું માર્ગદર્શન મળતા આમોદ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ગુનો નોંધાયેલ જે ગુનાનાં કામે અપહરણ થયેલ સગીરવયની બાળકીઓને શોધી કાઢવા બે પોલીસ જવાનની ટીમ બનાવી અલગ-અલગ શહેરોમાં મોકલવામાં આવેલ જયાં એક પોલીસ જવાનોની ટીમ વડોદરા શહેર ખાતે પહોંચી હ્યુમન ઇન્ટેલીજન્સનાં આધારે આ ગુનાના કામે ગુમ થનાર સગીર વયની બે બાળકીઓ ઉં.વ. 15 અને ઉં.વ.14 ને પોલીસે વડોદરા શહેર ખાતેથી શોધી કાઢી આમોદ પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.