રાજપીપળા નગરપાલિકાની સ્વચ્છતા મુદ્દે બેદરકારી સામે આવી છે. સાફસફાઈ માટે ગટરો સાફ કરવા માટે ત્રણવાર અરજી કરવા છતાં પેટનું પાણી નથી હાલતું સરકાર સ્વચ્છતાના નામે તાયફા કરે, કરોડોનો ધુમાડો કરે પણ પ્રજાને હાલાકી, તોતિંગ વેરાનો માર વેઠતી પ્રજાને મૂળભૂત સુવિધાઓ ક્યારે મળશે તે પ્રજામાં સવાલો ઉભા થયા છે ?
રાજપીપળા શાકમાર્કેટ રોડ વિસ્તારમાં એક વેપારીએ ગટર સાફ કરાવવા માટે ત્રણ-ત્રણ વાર નગરપાલિકામાં અરજી કરી છે છતાં આજદિન સુધી સાફસફાઈ થઈ નથી જેથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અરજીમાં જણાવાયું છે કે ત્રણવાર અરજી કરવા છતાં ગટરની સાફસફાઈ થઈ નથી જેથી ગંદકીના કારણે મચ્છર થાય છે તો જો કોઈ બીમાર પડશે તો જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ પણ અરજીમાં જણાવાયું છે તો સત્વરે ગટરની સાફસફાઈ થાય તેવી માંગ ઉભી થઇ છે.
રાજપીપળા વિસ્તારમાં પહેલા રોજેરોજ સફાઈ કર્મીઓ કચરો વાળવાની સાથો સાથ ગટરોમાંથી પણ સાફસફાઈ કરતા હતા જેથી ગંદકી થતી ન હતી હવે ” સંકલનનો અભાવ કહો કે અન આવડત ” ફક્ત કચરો વાળવામાં આવે છે તે પણ ઢંગ વગર ઉપરાંત ગટરો મહિનાઓ સુધી સાફ કરાતી નથી જ્યારે કોઈ રહીશો કંટાળીને પાલિકામાં અરજી કરે ત્યારે અમુક વિસ્તારની ગટરો સાફ કરાય છે પછી પરિસ્થિતિ જેસે થે….!!!
રોજેરોજ વ્યવસ્થિત સાફસફાઇ કરવામાં આવે તેવી રાજપીપળાના રહીશોની માંગ છે તેમજ અન્ડરગ્રાઉન્ડ ગટર લાઈનનું ટલ્લે ચઢેલ કામ પૂર્ણ થાય તો રાજપીપળાની પ્રજાને રાહત મળી શકે છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી