માંગરોળ તાલુકા ઝંખવાવ જિલ્લા પંચાયત સીટ માંડળ બોરિયા, ઘોડબાર, ઇશનપુરનાં 200 થી વધુ લોકોએ કોંગ્રેસ છોડીને બી.જે.પી. નો કેસરિયો ધારણ કર્યો. મા.મંત્રી ગણપતસિંહ વસાવાએ કેસરિયો ખેસ પહેરાવી આવકારી સૌનું સન્માન કરવામાં આવ્યું. માંડળ બોરિયા તાલુકા પંચાયત સભ્ય સુમિત્રાબેન પરેશભાઈ ચૌધરી 70 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ઘોડબાર – ઇસનપુર સીટના માજી તાલુકા પંચાયત સભ્ય કમળાબેન ચૌધરી, ઘોડબારના વિનુભાઈ બાવાભાઈ ચૌધરી, રાજેન્દ્રભાઈ મનહરભાઈ ચૌધરી, મુકેશભાઈ ચૌધરી તેમના 100 સાર્થકો સાથે કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા.
ઇસનપુર ગામના સત કેવલ સંપ્રદાયના પ્રમુખ – મંત્રી ઇલાબેન મુંનેશભાઈ ચૌધરી, રમણભાઈ ઉમેદભાઈ ચૌધરી, મનોજભાઈ ફતેહસિંહ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. કંટવાવ ગામના યુવક મંડળના સંદીપભાઈ ચૌધરીની આગેવાનીમાં 50 જેટલાં યુવાનો ભાજપામાં જોડાતા કોંગ્રેસને સ્વરાજ્યની સામી ચૂંટણીએ ઝાટકો આપ્યો છે. ઉપરોક્ત તમામ લોકોને કેસરિયો ખેસ પહેરાવી માન. મંત્રી ગણપતભાઈ વસાવાએ ભાજપમાં આવકારી સૌનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્મમાં હર્ષદભાઈ ચૌધરી, મહામંત્રી રમેશભાઈ ચૌધરી, ઉમેદભાઈ ચૌધરી, સુધાકર નાયર, લાલુભાઇ મોદી, દિનેશભાઇ સુરતી, હરિવદનભાઈ ચૌધરી, સરપંચ પંકજભાઈ ચૌધરી, વિજયભાઈ ચૌધરી વગેરે આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
માંગરોળ તાલુકા ઝંખવાવ જિલ્લા પંચાયત સીટનાં 200 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો.
Advertisement