Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેરોજગાર ગરીબોની વ્હારે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ (યુ.કે)ના આબીદભાઈ પટેલ તેમજ હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી મુસ્લિમ સોસાયટી નજીક હાથલારી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

Share

કોરોના કાળ માં રોજગારી નો પેચીદો પ્રશ્ન છે ત્યારે રોજગાર વગર ના બેરોજગાર ગરીબોની વ્હારે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ (યુ.કે)ના આબીદભાઈ પટેલ તેમજ હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી મુસ્લિમ સોસાયટી નજીક હાથલારી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એક દિવ્યાંગ ભાઈ શ્રી ગણપત ભાઈ રાઠોડને ટ્રાયસીકલ આપવામાં આવી. આમ કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાત મંદને આપવામાં આવી. રોજગારી મેળવવી ખુબજ અઘરું કામ છે ત્યારે બેસહારા લોકોને મહેનતની રોજી આસાનીથી કમાઈ સકે એ હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અગાઉ આ સંસ્થા દ્વારા સિલાઈ મશીન આપી બે રોજગાર બહેનોને આત્મનિર્ભર કરવા માં મદદરૂપ થયા. આ કાર્યક્રમ માં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ ના શાહનવાઝ પઠાણ,ઐયુબ ભાઈ પટેલ, મહેન્દ્ર ભાઈ વસાનિયા, તેમજ મૌલાના મુસ્તાક ભાઈ ખાસ વડોદરા થી આવ્યા હતા. ભરૂચના આબીદ ભાઈ પટેલ, ઝુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇલયાસ પટેલ, ઐયુબ બાપુ, સલીમભાઈ રોયલ, લુકમાન ભાઈ પટેલ ,અબ્દુલ ભાઈ કામથી, ડો.રસીદ બાપુ,આંબીડ ભાઈ મિર્ઝા ,યુસુફ ભાઈ 92 સહિત ના કાર્યકરોએ આ કાર્યક્રમ નું સફળ આયોજન કરી જરૂરિયાત મંદ સુધી સાચી રાહત પહોંચે તે માટે ના પ્રયત્ન કરવા માં આવ્યો.

લાભાર્થીઓ એ દાતા ઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..

Advertisement

Share

Related posts

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ૧૦૦ કિ.મી.ની દોડ માટે નીકળેલ દોડવીરોનું ઝઘડિયા ખાતે સ્વાગત કરાયું.

ProudOfGujarat

નાંદોદ જેસલપોરના મહિલા તલાટી પી.એચ.ડી,આદિવાસી વિસ્તારમાં સેવા કાજે પ્રોફેસરની નોકરીને પણ તિલાંજલિ આપી.

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળનાં દર્દીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!