Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં ત્રણ દિવસીય એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદ્ઘાટન કરાયું.

Share

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં  ડી.એ આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ  ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો  ટ્રાઇ દિવસીય 11 માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ એમ. થેન્નારસનનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  6 ફેબ્રુઆરી સુધી ચાલનારા મેગા પ્રદર્શનમાં નાના-મોટા થઇને 120 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

 અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં 11 માં ઇન્ડસ્ટ્રીયલ એકઝીબિશનનું ઉદ્ઘાટન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ. થેન્નારસન, આઇ.એ.એસ.ના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે, લઘુ ઉદ્યોગ ભારતીના  રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઇ પ્રજાપતિ  ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એક્સપોનાં વિવિધ સ્ટોલની ઈ મુલાકાત લીધી હતી,  દરમિયાન ડી એ આનંદપુરા સાંસ્કૃતિક  માઇક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સરકારની કોવિડ -19 ગાઇડલાઇન મુજબ સામાજીક અંતર જળવાઇ રહે  તે  હેતુથી આ વર્ષે એકસ્પોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે સ્ટોલ બુકીંગ 50 % પ્રમાણે થાય તેવું પહેલેથી જ આયોજન કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં સગીરાને ભગાડી જવા બાબતે યુવક અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

દહેજની G.A.C.L કંપનીમાંથી પેલેડીયમ કેટાલીસ્ટ પાઉડરની થયેલ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરી ચાર આરોપીઓની લાખોના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ..!!

ProudOfGujarat

નડિયાદની હરિપાક સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો દાગીના લઈ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!