પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરજણથી હાંડોદ તરફ જતા એક બાઈક સવાર જેઓનું નામ મિતુલ ભાઈ અશોકભાઈ ભટ્ટ ઉં.વ.24 રહે. હરિકૃષ્ણ સોસાયટી મકાન નં. 11 અનસ્તુ રોડ નવા બજાર કરજણ તેઓ તેમની મોટર સાયકલ ન. GJ-06-BJ-5041 હીરો સ્પલેન્ડર કાળા કલરની બાઈક લઈને હાંડોદ તરફ જતા કુરાઈ અને ખાંધા ગામની વચ્ચે કેનાલ પાસે સામેથી બીજી પૂરઝડપે બાઈક આવતા તેમનો બચાવ કરતા તેમની બાઈક ખાડામાં પડી સ્ટેરીંગ ગુમાવતા સામેના ઝાડ સાથે ભટકાયા હતા અને તેઓ બાઈક લઈને પડી જતા બેહોશ થઈ ગયા હતા. ત્યાંથી નીકળતા ખાંધા ગામના વતની અપરિજિત પઢિયારે જોતા 108 એમ્બયુલેન્સને જાણ કરી કરજણ સી.એચ.સી. સરકારી દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
યાકુબ પટેલ : કરજણ
Advertisement