Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં દાંડિયા બજારમાં કેમ સર્જાયો શિયાળામાં ચોમાસા જેવો માહોલ ? જાણો વધુ.

Share

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં આજે સવારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અહીંનાં રહેવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા.

આજે સવારે ભરૂચનાં દાંડિયા બજારમાં ગટરની પાઇપલાઇન ડ્રેનેજ થતાં આ વિસ્તારમાં ગટરનાં ગંદા પાણી બહાર આવી ગયા હતા અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ વિસ્તારનાં રહેવાસી અમૃતભાઈ એન કહાર દ્વારા મીડિયા સમક્ષ વિગતો આપવામાં આવી હતી કે સત્તાધારી પક્ષ દ્વારા અમારા વિસ્તારમાં વિકાસનાં કોઈ કાર્યો હાથ ધરવામાં નથી આવ્યા. આજે જયાંથી ગટરનાં પાણી ઉભરાઇ રહ્યા છે ત્યાં આજથી એક વર્ષ પહેલા જ ડ્રેનેજ લાઇનની પાઇપલાઇન નાંખી કામગીરી કરવામાં આવી હતી. ભાજપ સરકાર જયારે વિકાસની મોટી-મોટી વાતો કરે છે ત્યારે અમારા નાના અમથા વિસ્તારમાં ગટરની લાઇનમાં પણ ભ્રષ્ટાચાર હોય તેવું આજે અહીંથી ગટરો ઉભરાતા લાગે છે.

અમોએ આ ડ્રેનેજ લાઇનની ફરિયાદ અનેક વખત નગરપાલિકામાં કરી છે તેમ છતાં ભાજપનાં જાડી ચામડીનાં સત્તાધીશોનાં પેટનું પાણી હાલતું નથી. અમારા વિસ્તારમાં અવાર-નવાર ગટરોનાં ગંદા પાણી બહાર આવી જાય છે. અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંથી પસાર થતાં રાહદારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે.

ભાજપ સરકાર માત્ર વિકાસની મોટી મોટી વાતો કરે છે. વાસ્તવમાં વિકાસ કાર્યો જ નથી અમારી માંગણી છે કે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર કે અહીં એક વર્ષ પહેલા કરેલ કામગીરીનાં કોન્ટ્રાકટની તપાસ કરે, તેની સમક્ષ પગલાં લે અને આને આ તે કેવી કામગીરી છે કે કરવા છતાં પણ અહીંનાં ગટરનાં છલકાતા પાણી જે વારંવાર બહાર નીકળી ગંદકી ફેલાવે છે.

તેમજ લોકોના કોઈ પ્રકારનાં કાર્યો ભાજપ સરકારે કર્યા ન હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમુક વિસ્તારમાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરે છે આ તે ભાજપ સરકારનો કેવો વિકાસ છે ? તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

દહેજ ગ્રામ પંચાયત નજીક ગટરમાંથી એક પુરુષ ની લાસ મળી

ProudOfGujarat

અશાંત ધારામાં આવેલ ભરૂચ નગરના બહાદુર બુરજના મકાન ખરીદવા અંગે આવતા ફોન અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!