ભરૂચમાં વાહન ચોરીનાં ગુનાનાં બનાવો વધવા પામ્યા છે આથી ભરૂચ પોલીસે સતર્ક બની વાહન ચોરીનાં ગુનેગારોને શોધી કાઢવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવતા વણશોધાયેલ વાહન ચોરીનાં બે ગુના સહિત આરોપીને એસ.ઓ.જી.ભરૂચ પોલીસે શોધી કાઢયો છે.
પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા અને ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું અસરકારક કામગીરી અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર કે.ડી. મંડોરાનાં માર્ગદર્શન મુજબ પી.આઇ એમ.આર. શકોરિયા તથા પો.સ.આઇ. એન.જે. ટાપરિયા તથા સ્ટાફનાં માણસો દ્વારા હે.કો. ધર્મેન્દ્ર જુલાલભાઈને બાતમી મળેલ કે એક ઈસમ ચોરીની મોટરસાઇકલ લઈને મનુબર ચોકડી વિસ્તારમાં ઊભો છે જે ચોકકસ બાતમીનાં આધારે બી ડીવીઝન પોલીસનાં સ્ટાફ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તે દરમિયાન અહીં મનોજ કનુભાઈ ડોડીયા રહે. મનુબર નવી નગરી તા.જી. ભરૂચ અહીં આવતા તેની પાસે કાળા કલરની સ્લીન શોર્ટ સુઝુકી હોય જેના પોલીસ ચેકિંગ દરમિયાન મોટરસાયકલ દસ્તાવેજી કાગળો માંગતા તેમની પાસે કાગળો ન હોવાનું ખૂલતાં તેમજ આરોપીની પોલીસ દ્વારા વધુ પડતી પૂછપરછ કરતાં અન્ય એક મોટરસાયકલ હોન્ડા ડ્રીમ પણ પોલીસ સમક્ષ ચોરીની કબૂલાત આપી હતી જેથી આરોપીને પોલીસે મનુબર ચોકડી પાસેથી બંને મો.સા. ને CRPC એકટની s 102 CRPC-41(1) મુજબની અટકાયત કરી વધુ તપાસ બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.