પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ ડૉ. એસ. પી. રાજકુમાર અને પોલીસ અધિક્ષક ઉષા રાડાની રાહબરી હેઠળ જિલ્લામાં બનતા વિવિધ ગુના પ્રોહીબીશનના આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી શાખાના કે જે ધડુકની સૂચના અનુસાર એસ.ઓ.જી ટીમે વર્ક આઉટ કરી સંયુક્ત ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી શાખાના આ.પો.કો. કિરણસિંહ લક્ષમણ સિંહ અને પો.કો.આસિફ ખાન ઝહીર ખાનને બાતમી મળી હતી કે ઉમરપાડા અને માંગરોળ તાલુકાના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ રાકેશ ઉર્ફે ગોરીયો અંબાલાલ વસાવા ઉંમરખાડી ત્રણ રસ્તા ઉપર આવેલી દુકાન પર ઉભો છે તેને પકડી પાડી પૂછપરછ કરતા તે ઉમરપાડા ગુ. રજી.નં.21/2018 પ્રોહીબીશન અને માંગરોળ ગુ. રજી. નં 52/2018 ના પ્રોહીબીશનના વિવિધ ગુના એક્ટ મુજબ તેની પૂછપરછ કરતા નાસતો ફરતો હોવાની કબૂલાત કરતા આરોપીને ગઈ કાલે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ કામગીરી એસ. ઓ. જી. શાખા ના પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ધડુક.તથા હેડ કોન્સ્ટેબલ કિરણ સિંહ લક્ષમણ સિંહ તથા પો. કો. આસિફખાન ઝહીર ખાન, હે. કો. રણછોડભાઈ કાબાભાઈએ કામગીરી કરી હતી.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.