Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળામાં ભાજપી નેતાઓનાં ફોટાવાળા બેનરો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સાંજે બેનરો હટાવાયા.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે ત્યારે નર્મદા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જે સંદર્ભે કોઈપણ પક્ષ કે રાજકીય નેતાના પોસ્ટરો લગાવવા પર મનાઇ હૂકમ કરવામાં આવ્યો છે ત્યારે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તેવી તંત્ર તરફથી પ્રયાસો થઈ રહ્યા છે.

આ તમામની વચ્ચે રાજપીપળાનાં મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ વિસ્તારમાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના મોટા નેતાઓના ફોટાવાળા બેનરો જોવા મળ્યા હતા ત્યારે આચારસંહિતાની એસી કઈ તેસી કરતા આ બેનરો નગરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે મીડિયામાં અહેવાલ પ્રસિધ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને 2 ફેબ્રુઆરી ના રોજ સાંજે આ પોસ્ટરો હટાવ્યા હતા ત્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે પોસ્ટર લગાવ્યા કોણે ??? આ બાબતે તલસ્પર્શી તાપસ ખુબ જ જરૂરી બની છે.

આપને જણાવી દઈએ કે પોસ્ટરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબીર લખેલું હતું અને વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના કદાવર નેતાઓના ફોટા સાથે બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે શું ભાજપને ચૂંટણીમાં ફાયદો કરાવવા બેનર લાગવાયા ? તેવા સવાલો ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા એક અન્ય બાબત નોટ કરવા જેવી હતી કે કોઈપણ બેનરમાં યોગ શિબિર માટે તારીખ કે સમયનો ઉલ્લેખ કરાયો ન હતો ત્યારે કોઈએ જાણીબૂઝીને નર્મદા જિલ્લામાં ચૂંટણીના સ્વચ્છ વાતાવરણને બગાડવા આ બેનરો લગાવ્યા છે કે કેમ ? એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

સુરતના પાલોદ વિસ્તારમાં પાંચ દુકાનોનાં તાળા તૂટ્યા…

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કેટલો વરસાદ અને જિલ્લામાં કયો તાલુકો વરસાદમા મોખરે જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!