– બે મિત્રોની હત્યા કિન્નરે કરી હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ.
– એક મિત્રની લાશ અંકલેશ્વરના નદી કિનારેથી તો બીજાની લાશ ભરૂચ નદી કિનારેથી છ દિવસ બાદ મળી આવી.
– ભરૂચના નર્મદા નદી કાંઠેથી હર્ષ પટેલનો મૃતદેહ મળી આવ્યો.
– નર્મદા નદીના કાંઠેથી મળી આવેલી હર્ષની લાશમાં તીક્ષ્ણ હથિયારોથી ઘા કર્યા હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ.
– બે મિત્રોની હત્યા કિન્નર અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાએ કરી હોવાની મૃતકના પરિવારનો આક્ષેપ.
અંકલેશ્વરના સરફુદ્દીન ગામે નર્મદા નદીના કિનારે એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એકની લાશ ઘટના સ્થળેથી મળી આવી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા વધુ એક વ્યક્તિનો મૃતદેહ છ દિવસ બાદ ભરૂચ નર્મદા નદીના કિનારેથી મળી આવ્યો જેના પગલે ભરૂચ નર્મદા નદીના કિનારેથી મળી આવેલો મૃતદેહ તેના પરિવારજનોએ બંને મિત્રોની હત્યા તેની સાથે રહેલી કિન્નરે કરી હોવાના આક્ષેપ કરતાં પોલીસ એક તબક્કે ચોંકી ઉઠી હતી સમગ્ર ઘટનામાં પોલીસે લાશનો કબજો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના સરફુદ્દીન નર્મદા નદીના કિનારે રેલવેમાં નોકરી આપવાના બહાને એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ઘટના સ્થળેથી હત્યા કરેલી અવસ્થામાં અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં રહેતા અનુપમ ઉત્તમભાઈ દાસનો મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે પોલીસે સમગ્ર પ્રકરણમાં હર્ષ સત્યેમ પટેલ તથા અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવા (કિન્નર) સામે ફરિયાદ દાખલ થઇ હતી અને બંને પોલીસ પકડથી દૂર હતા તેવામાં જ હર્ષ સત્યેમ પટેલનો મૃતદેહ છ દિવસ ભરૂચના કસક વિસ્તારના નર્મદા નદીના કિનારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની શોધખોળ આરંભી હતી. જેમાં અંકલેશ્વરમાં હત્યા પ્રકરણના હર્ષ પટેલ ગુમ હોવાથી તેમના પરિવારને મૃતદેહની ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેના પરિવારે મૃતકના શરીર ઉપર કાનમાં કડી હાથમાં કડું તથા શરીર ઉપર ટેટુ કરેલ હોવાથી તેની ઓળખ થઈ હતી અને તેના પરિવારે હર્ષ પટેલનો મૃત્યુ હોવાની કબૂલાત કરતાં બિનવારસી મૃતદેહની ઓળખ થઈ હતી.
જોકે નર્મદા નદી કિનારેથી મળી આવેલી હર્ષ પટેલ લાશમાં પરિવારોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને અંકલેશ્વર ખાતે જ હત્યાનો બનાવ બન્યો છે તેમાં અને હર્ષ પટેલની હત્યા તેની સાથે રહેલી કિન્નર નામે અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવાએ કરી હોવાના આક્ષેપ કરતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે હાલ તો બિનવારસી લાશ કારણે એડી નોંધી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.
ત્યારે સમગ્ર ખૂની ખેલમાં મેન વિલનની ભૂમિકા કોણે ભજવી છે તે તો કિન્નર અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કાલુ વસાવા ઝડપાઈ ત્યારે જ પર્દાફાશ થઇ શકે તેમ લાગી રહ્યું છે.